|

સુગમ સંગીત : Audio Song #3 ~ ગઝલ: આપ ચોમાસું હૃદયમાં કેવું છલકાવી ગયા ~ કવયિત્રી: જયશ્રી વિનુ મરચંટ ~ સ્વરકાર અને સ્વર: માધ્વી મહેતા

મ્યુઝિક આલબમઃ
વાત તારી ને મારી છે
Audio Song # 3

YouTube Link:

Apple Music Link:
https://apple.co/3nEAwtn

Spotify Link:
https://spoti.fi/3nCno82

Lyrics:
આપ ચોમાસું હૃદયમાં કેવું છલકાવી ગયા
હું પૂરી ભીંજાઉં એ પ્હેલાં જ તરસાવી ગયા

આંગળી પકડીને લઈ ચાલ્યા પ્રણયની લીલ પર
માંડ ડગ માંડ્યાં હતાં, ત્યાં હાથ સરકાવી ગયા

શુષ્કતા મારું મને સરનામું બહુ પૂછ્યા કરે,
આપું કે ના આપું એ વિચાર અકળાવી ગયા

“ભગ્ન”દિલ કંઈ પણ કહે, તો કોણ સાંભળશે અહીં?
તીરછા એક સ્મિતથી, પાછા એ ભરમાવી ગયા

~ કવયિત્રી: જયશ્રી વિનુ મરચંટ “ભગ્ન”
~ સ્વરકાર અને સ્વર: માધ્વી મહેતા
~ સંગીત સંકલનઃ અસીમ મહેતા
~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ
~ નિર્માણ-પ્રસ્તુતિ:
આપણું આંગણું બ્લોગ
~ બ્લોગ સંપર્ક: +91 88500 74946

(‘વાત તારી ને મારી છે’ મ્યુઝિક આલબમમાંથી પ્રસ્તુતિ-3.)
નોંધ: દર અઠવાડિયે સોમવારે ઓડિયો આલબમમાંથી એક નવું સ્વરાંકન બ્લોગમાં મુકાશે. આ રીતે સુગમ સંગીતના કુલ ૯ ગીત-ગઝલની પ્રસ્તુતિ અહીં થશે.)

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળ કવિ,લોકસાહિત્યકાર, ભજનિક) says:

    હૃદયમાંથી સોંસરા નીકળી જાય, એવું શબ્દાંકન અને સ્વર.