વોહ મુહાઝિર બન કે રહે ગયે ઔર હમ મુહાઝિર કી ઔલાદ બન કે રહે ગયે ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ – 10 ) ~ પૂર્વી મોદી મલકાણ

હડપ્પાનાં યુગને પૂરેપૂરો સમજીને અમે એ અતીતની સુસંસ્કૃત સંસ્કૃતિ છોડી ફરી અમારી આજની સંસ્કૃતિમાં પરત ફરી ગયાં અને લાહોરની  રંગબેરંગી લાઇટોની વચ્ચે ખોવાઈ ગયાં.

બીજે દિવસે સવારે હું હોટેલમાં બ્રેકફાસ્ટ લેવા ગઇ ત્યારે હોટેલનો અમુક સ્ટાફ મારી આવ્યો અને મને પૂછવા લાગ્યો, બીબીજી આપ ભારતીય હૈ? જવાબમાં મે હા કહી પૂછયું, ક્યૂઁ કોઈ રિશ્તેદાર રહેતા હૈ વહાં આપકા?

આ સાંભળી તેઓ કહે કે; વૈસે તો સારા ઈન્ડિયા હી હમારા કુછ ન કુછ લગતા હૈ પર અબ લોગ પરાયે હૈ; ક્યુંકી વોહ માહોલ અબ નહીં રહા… પર બીબીજી આપ હમારા એક સંદેશા ભેજ શકતે હૈ?

આ સાંભળી પહેલાં મને લાગ્યું કે કોઈ રિશ્તેદારની તેઓ વાત કરતાં હશે પણ તે કહે કે; નહીં નહીં આમ લોગોં કો સંદેશા દેના હૈ.

એમની વાતથી મને ઘણું જ આશ્ચર્ય થયું. પણ તેમ છતાંય મેં એમને એ સંદેશા માટે પૂછ્યું તો તેઓ કહે કે; “આપ ના ઈન્ડિયાવાલો સે કહેના કી હમ સે નફરત ના કરે. યહ તો હમ યહીં પૈદા હુએ ઇસી લિયે યહ હમારા મુલ્ક હૈ ઔર હમ પાકિસ્તાની હૈ વરના હમારે વાલીદાદ તો ઈન્ડિયા સે હી થે.

વોહ લોગ તો ઈન્ડિયા છોડ કે આયે થે અપના મુલ્ક સમજ કે… પર યહ મુલ્ક તો ઉનકા કભી હુઆ હી નહીં.

યહ ઉનકી બદનસીબી થી કી “વોહ મુહાઝિર બન કે રહે ગયે ઔર હમ મુહાઝિર કી ઔલાદ બન કે રહે ગયે. પર જબ તક ઉનકો સમજ મેં આયે તબ તક બહોત દેર હો ચૂકી થી. મૈડમજી વોહ લોગ ઈન્ડિયા કો બહોત પ્યાર કરતે થે ઇસી લિયે વોહ લોગ વોહી પ્યાર ઔર યાદ લેકર ફૌત હો ગયે.

આજ હમ ચાહે કિતને ભી અલગ ક્યૂઁ ના હો આપ સે પર ફીર ભી આજ ભી હમારે મન મેં તો વોહી ઈન્ડિયા દૌડ રહા હૈ જો હમારે વાલીદાદ કા હૈ.”

મુહાઝિર:-

‘મુહાઝિર’ એ એક અરબી શબ્દ છે. જ્યારે રસૂલ મુહમ્મદના અનુયાયી મક્કા શહેર છોડીને મદીના ગયાં ત્યારે રસૂલ મુહમ્મદે બે ભિન્ન જાતિની ભિન્ન પ્રણાલિકાઓ, પરંપરા અને પ્રાંતના લોકો વચ્ચે એકતા અને સહકાર સ્થાપિત કરવા એક નિયમ બનાવ્યો.

આ નિયમ અનુસાર મદીનાના લોકો મક્કાથી પોતાનું બધું જ છોડીને આવેલા ભાઈઓ અને બહેનોને મદદ કરવા લાગ્યાં. જ્યારે આપણે ત્યાં વિભાજન થયું ત્યારે પાકમાંથી જે નાગરિકો આવેલાં તેમાંથી મોટાભાગના તો ધીરે ધીરે ભારતના વિવિધ રાજ્યોમાં સમાઈ ગયાં, પણ ભારતમાંથી નાગરિકોએ જ્યારે પાકમાં સ્થળાંતર કર્યું ત્યારે તેમણે એમ જ વિચારેલું કે પાકમાં રહેલાં તેમના સંબંધીઓ, મિત્રો, જાતક ભાઈ-બહેનો પણ તેમને સંવેદના સાથે અપનાવી લેશે. પણ થયું એવું કે આ લોકોને પાકે એ જ ભૂમિના ગણીને સ્વીકાર્યા નહીં અને આ તેમને અસ્વીકાર્ય પ્રવાસી તરીકે ગણ્યાં અને નામ આપ્યું મુહાઝિર.

આ જ વાતને ટૂંકમાં કહેવી હોય તો કહી શકાય કે; જે મુસ્લિમ મક્કા તરફ પોતાના ઘરબાર, વ્યવસાય કારોબાર છોડીને અલ્લાહની રાહમાં હિજરત કરે છે તેમને મુહાઝિર કહેવાય છે…..પણ અહીં તેમની વાત પરથી ખ્યાલ આવ્યો કે… ‘હમ મુહાઝિર કી ઔલાદ‘ એટલે કે આ શબ્દ હવે એક વંશપરંપરાગત જાતિમાં પરિવર્તિત થઈ ગયો. હોટેલ સ્ટાફની આ વાત એક પ્રકારની વ્યથા જ હતી જે તેમણે મારી સાથે શેર કરી લીધી.

આ વાત બીજી વાત એ સિદ્ધ કરે છે કે વિભાજનના આટલા વર્ષ પછી યે પાકે આ ભારતથી આવેલી કમ્યુનિટીને અપનાવી નથી. ઉલ્ટા તેમને શુદ્ર કરતાં પણ હલકી જાતિ તરીકે સ્થાન આપ્યું છે. વિભાજન તો બે સંસ્કૃતિ વચ્ચે યુગોયુગોથી થાય છે પણ આ વિભાજનને નામે આપણે માનવતા જ ભૂલી જઈએ તેવો સમાજ શા કામનો?

પણ મારા પ્રશ્નનો જવાબ મળવાનો ન હતો તેથી થોડીવાર માટે તો હું મૂક થઈ વિચારવા લાગી કે આમને શું કહું, પણ પછી મેં એમને કહ્યું કે; આપ કો પતા હૈ હમ લોગ ભી આપ લોગો કો બહોત પ્યાર સે દેખતેં હૈ ઔર નેપાલ ઔર ઈન્ડિયા કે બીચ મેં જૈસા સંબંધ હૈ વેસા સંબંધ હમ આપકે સાથ ભી બનાના ચાહતેં હૈ પર……

મારી વાત અધૂરી સાંભળી તેઓ માથું ધૂણાવતાં કહેવા લાગ્યાં કે, આપ સહી કહેતે હો મેડમજી. આપ લોગોને તો બહોત મૌકે દિયે પર…. હમારી કિસ્મત…..પતા નહીં યહ મિયાં કબ સમજેંગે….કબ અક્કલ આયેગી……ઔર આજ કલ તો કૌન સે નૂરે પે જા’કે બૈઠે હૈ.

ઔર મૈડમજી હમારા વાલીદાદ જો યહાં ઇસ્લામ કા ઝંડા લેકર આયે થે ઉન્હોને સોચા થા કી મુસલ્લમ ઈમાનવાલે મુસલમાનો કા દેશ બન રહા હૈ તો કુછ સુખ કી સાંસ હમ ભી લે લેંગે ઔર બિરાદરીવાલે ભી મિલેંગે સો અલગ સે. પર યહાં આકર ક્યા પાયા ? તકલીફ હી તકલીફ. નાહી કિસી ને પ્યાર સે બુલાયા, ના બિઠાયા, ના રિશ્તા રખા…

મૈડમજી આપ કો પતા હૈ આજ ભી યહ દેશ મેં હમારે લિયે કોઈ બડા પેશા નહીં હૈ ક્યુંકિ આજ ભી યહ મુલ્ક કો હમકો હમારા નહીં કહે શકતે ક્યૂંકી ઉન્હોને હમે અપનાયા નહીં હૈ ઇસી લિયે આજ ભી હમ મુહાઝિર મજદૂર હી હૈ.

સ્ટાફ મેમ્બરની વાતચીતમાંથી જાણવા મળ્યું કે તેઓનો પરિવાર ભારતમાં સુખી હતો અને તેમનાં દાદા કે પરદાદા મોહમ્મદ અલી ઝીણાની નજીક હતાં. વિભાજન સમયે ઝીણાએ ભારતમાં રહી ભારતીય ગણાવું એ મુસલમાન માટે એક ગાળ સમાન છે એમ કાન ભંભેરીને પાકિસ્તાનની રાહ પકડાવી હતી. ત્યાં ગયાં પછી થોડાં જ સમયમાં તેમનાં દાદાને પોતાની ભૂલ સમજાઈ ગઈ, તેથી તેઓ ઝીણા પાસે ગયાં પણ ઝીણા દાદ ન આપી. બીજી બાજુ તેમનાં પરિવાર ઉપર નજરબંધી થઈ ગઈ. જેને કારણે તેઓ દેશ છોડી ન શક્યાં.

આજે આ ભૂલની વાત કરવાનો અર્થ નથી પણ આજે ય એવા ઘણાં લોકો છે જેઓ ભારત છોડીને ગયાં હતાં તેમની ત્રીજી-ચોથી પેઢીને આજેય ન્યાય નથી મળ્યો તે જાણી દુઃખ થયું, આ દુઃખને દૂર કરવા હું સક્ષમ ન હતી તેથી ત્યાંથી મૂક હસીને મારા નવા પ્રવાસ તરફ નીકળી પડી.

~ પૂર્વી મોદી મલકાણ, યુ.એસ.એ

purvimalkan@yahoo.com

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. બહુ હ્રદયસ્પર્શી વાત. પૂર્વીબેન, તમારું લખાણ રસથી વંચાય છે.
    સરયૂ પરીખ