‘આધી આધી જિંદગી’ કાર્યક્રમની લિંક અને ટૂંકો અહેવાલ ~ પન્ના ડ્યુએટ (કવયિત્રી પન્ના નાયક અને અનુવાદક પન્ના ત્રિવેદી)

‘આધી આધી જિંદગી’ કાર્યક્રમ પૂરી પૂરી બંદગીનો અનુભવ કરાવી ગયો
YouTube Prog Link: 

વક્તા સજ્જ હોય અને અભ્યાસ કરીને વાત માંડે ત્યારે ઉપસતો આલેખ કેવો અર્થપૂર્ણ હોય એની પ્રતીતિ આ કાર્યક્રમમાં થઈ.

જેમને ઓળખની જરૂર નથી અને જેમનું કામ બોલે છે એવા વક્તાઓમાં વિનોદ જોશી, વર્ષા દાસ અને ડૉ. રંજના હરીશે આ પ્રતીતિને તાદૃશ્ય કરી. એટલું જ નહીં અનુવાદોમાં કઈ રીતે નિખાર લાવી શકાય એ વિશે પણ ઉપયોગી નિર્દેશો કર્યા.

લોકાર્પણ પ્રસંગે ‘આધી આધી જિંદગી’ પુસ્તકને કેન્દ્રમાં રાખી વાત થઈ એ તાજેતરમાં ઉજવાયેલા વિશ્વ પુસ્તક દિનની ગરિમાને પણ અનુરૂપ હતું.

આ પુસ્તક નિમિત્તે અનુવાદની શરણાઈ સાથે કઠણાઈ વિશે પણ ચર્ચા થઈ એ પરિસંવાદની ફળશ્રુતિ બની રહી. કવિ મુકેશ જોષીના સંચાલનમાં સાંપ્રત હિંદી કવિતાની ઝલક આબાદ ઝીલાઈ. બ્લોગના સંપાદક જયશ્રી વિનુ મરચંટની પ્રાસંગિક ભૂમિકામાં પન્ના-સ્નેહ છલકાતો હતો.

પન્ના ડ્યુએટ (કવયિત્રી પન્ના નાયક અને અનુવાદક પન્ના ત્રિવેદી) મર્મપૂર્ણ બની રહ્યું. બન્ને પન્ના દ્વારા મૂળ કવિતા અને અનુવાદનું પઠન પણ રસરોચક હતું.

કાવ્યપઠન આધારિત મહેશ જીવાણી નિર્મિત સરસ મજાના બે વિડિયોથી કાર્યક્રમ સંપન્ન થયો.

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી – હિંદી સાહિત્ય અકાદમીના આ સળંગ 94માં કાર્યક્રમમાં આપણું આંગણું બ્લોગને જોડાવા મળ્યું એનો હર્ષ છે.

જેમણે આ પરિસંવાદ મિસ કર્યો હોય તેઓ અહેવાલના શીર્ષક નીચે આપેલી YouTube લિંક પર click કરી માણી શકે છે.
***

આપનો પ્રતિભાવ આપો..