आधी आधी जिंदगी (કાર્યક્રમ) ~ રવિવાર તા. ૨૪ એપ્રિલ ૨૦૨૨ ~ રાત્રે ૯.૦૦ (ભારત)

અકાદમી અને આપણું આંગણુંના સંયુક્ત ઉપક્રમે
“આધી આધી જિંદગી” કાર્યક્રમ 

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી – હિંદી સાહિત્ય અકાદમી અને આપણું આંગણું બ્લોગના સંયુક્ત ઉપક્રમે પ્રસિદ્ધ કવયિત્રી પન્ના નાયકની ડાયસ્પોરિક કવિતાએના હિંદી અનુવાદના પુસ્તક “આધી આધી જિંદગી” આધારિત ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પન્ના ત્રિવેદી અનુવાદિત આ કાવ્યસંગ્રહ નિમિત્તે આયોજિત પરિસંવાદમાં વિનોદ જોશી, વર્ષા દાસ અને રંજના હરીશ ભાગ લેશે. જયશ્રી વિનુ મરચંટ સંકલિત કાર્યક્રમનું સંચાલન મુકેશ જોષી કરશે.

રવિવાર તા. ૨૪ એપ્રિલે રાત્રે ૯.૦૦ વાગ્યે (ભારતીય સમય) અકાદમીની યુટ્યુબ ચેનલ “મહા સાહિત્ય” ઉપર તેનું જીવંત પ્રસારણ માણી શકાશે.

YouTube Channel:
Maha Sahitya
Link is: ✅
bit.ly/mahasahitya

 

આપનો પ્રતિભાવ આપો..