સાઈનબોર્ડ ગઝલ ~ ફિરદૌસ દેખૈયા

ચહેરા ઉપર લટોનાં નર્તન ન મૂકવા,
“દરવાજા પાસે કોઈએ વાહન ન મૂકવા.”

“men at work” છે ભઈ! જોજે પડી જતો;
આ ગોરા ગાલ ઉપર ખંજન ન મૂકવા.

હો ઘરનું નામ જાણે “કૂતરાથી સાવધાન”!
દરવાજે એવાં એવાં સૂચન ન મૂકવા.

ઓળંગો “ડાઇવર્ઝન” ને “आगे बम्प है।”
રસ્તા ઉપર નકામાં લાંછન ન મૂકવા.

અખબાર છે મૂકેલું, ને સામે બોર્ડ છે:
“અહીંયાં કોઈ જ્વલનશીલ સાધન ન મૂકવા.”

~ ફિરદૌસ દેખૈયા

આપનો પ્રતિભાવ આપો..

8 Comments

  1. વાહ..મજાની ગઝલ, નવાં પ્રતીકો અને કલ્પનો ગમ્યાં..

    1. બહુજ સરસ ” સાઈન બોર્ડ ” આજ કવિગન ગુજરાતી ભાષા
      વિકસીત કરી પ્રગતિ ના શિખર પાર પાડવા સમર્થ છે.
      હાર્દિક શુભેચ્છા પાઠવી છે સ્વીકાર કરસોજી