પગલું માંડું હું અવકાશમાં (આત્મકથા) ~ વર્ષા અડાલજા ~ પ્રકાશન તા. ૧૭ એપ્રિલ , ૨૦૨૨ ~ ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી

સંપાદકીયઃ

આજે આ આમંત્રણ પત્ર બ્લોગ પર મૂકતાં “આપણું આંગણું”ની સમસ્ત ટીમ ખૂબ જ ગૌરવ અનુભવે છે. આપણા સહુના અત્યંત માનીતા, લાડીલા લેખિકા, ગુજરાતીઓના ગૌરવ એવા આદરણીય શ્રીમતી વર્ષાબેન અડાલજાની આત્મકથા “પગલું માંડું હું અવકાશમાં” આજે એક સોહામણા પુસ્તક તરીકે સાકાર થઈ રહી છે, જેના લોકાર્પણનો સમારંભ ભારતના રવિવાર, તા. એપ્રિલ ૧૭, ૨૦૨૨ને રોજ સવારે દસ વાગે ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી તરફથી યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમની વિશેષ માહિતી આ આમંત્રણપત્રિકામાં જણાવેલી છે. બ્લોગના મુંબઈસ્થિત  વાચકોને આ સમારંભમાં હાજરી આપવાની ભાવભરી વિનંતી કરું છું.

ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી સાહિત્યકારોની પ્રામાણિકતા સભર આત્મકથાનું ખેડાણ નહીવત્ રહ્યું છે. ત્યારે વર્ષાબેનની આત્મકથા ગુજરાતી ભાષાનો એક શણગાર બની રહે છે.

મને આજે પણ યાદ છે કે “આપણું આંગણું” તરફથી અમે જ્યારે વર્ષાબેન પાસે એમની આત્મકથાને અમારા બ્લોગમાં પબ્લીશ કરવા માટે વિનંતી કરી અને જ્યારે વર્ષાબેને એની સ્વીકૃતિ આપી, એ દિવસ અમારા બધાં માટે ‘ગૌરવદિન’ બની ગયો હતો.

વર્ષાબેનની આ આત્મકથાના પ્રકરણોની દર શુક્રવારે વિશ્વભરનાં ગુજરાતીઓ આતુરતાથી રાહ જુએ છે, એવું કહીશ તો જરા પણ અતિશયોક્તિ નહીં થાય. માનો કે ન માનો, પણ કદાચ પાંચેય ખંડમાં, at any given time વર્ષાબેનની આત્મક્થા ત્યાં વસતાં ગુજરાતીઓ દ્વારા વંચાતી હોય છે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફિજી, આફ્રિકાના નાઈજીરિયા અને સાઉથ આફ્રિકા જેવા દેશો, સિંગાપોર, ચાઈના, રશિયા, યુરોપ, કેનેડા – ક્યાં ક્યાંથી અમને આ વાચકો મળ્યા છે કે જેઓ આતુરતાથી આવનારા પ્રકરણની રાહ જોતાં હોય!

વર્ષાબેન, આજે જાહેરમાં આપનું આ ૠણ “આપણું આંગણું”ની પૂરી ટીમ તરફથી સંપૂર્ણ વિનમ્રતાથી સ્વીકારતાં હું આનંદ અનુભવું છું કે આપે આ આત્મકથા અમારા બ્લોગમાં આપીને અમને જ માત્ર ગૌરાવાન્વિત નથી કર્યાં પણ દુનિયાના ખૂણે ખૂણે વસતાં સહુ ગુજરાતીઓને, એકસાથે સ્પર્શીને, ફરીથી સાહિત્ય વાંચતાં કર્યાં છે. આપનું આ પ્રદાન આવનારાં અનેક વર્ષો સુધી યાદ રહેશે.

હું આદરણીય શ્રી દીપકભાઈ મહેતાની ખૂબ આભારી છું કે એમણે મને આ “લેન્ડમાર્ક ઈવેન્ટ”માં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું. આવવાની ખૂબ ઈચ્છા હોવા છતાં, ૧૦,૦૦૦ માઈલની દૂરી અંતે, આમાં આડે આવી. વર્ષાબેન, આ પુસ્તકના પ્રકાશન નિમિત્તે હું ત્યાં વ્યક્તિગત રીતે હાજર નથી રહી શકી એનો રંજ મને કાયમ રહેશે. આપને મારા પ્રણામ વર્ષાબેન અને આપની આત્મકથા, “પગલું માંડું હું અવકાશમાં”ના પ્રકાશન પર્વ નિમિત્તે “આપણું આંગણું” ટીમ તરફથી અને સર્વ વાચકો તરફથી ઢગલેઢગલા શુભેચ્છાઓ પાઠવું છું. ખોબે ખોબે અભિનંદન વર્ષાબેન.

~ જયશ્રી વિનુ મરચંટ અને
‘આપણું આંગણું” ની સમસ્ત ટીમ

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. Jayshreeben it is our pleasure that we got chance to read varshaaen Aatmkatha. Very exiting and enjoying the book. All chapters are very very nice . Thanks to Jayshreeben and varshaaen we got opportunity to read from Chicago. Always eagerly waiting for next chapter. When I read chapters sometimes I can see all the situation just like movie.Thanks one again.
    Damini