Lord of humility! (PRAYER) ~ Gandhiji | નમ્રતાના નિધિ! (અનુવાદ) ~ ઉમાશંકર જોશી
Dwelling in the little pariah hut
Help us to search for Three throughout
That fair land Watered by Ganges,
Brahmaputra and Jamuna.
Give us receptiveness.
Give us open-heartedness.
Give us Thy humility.
Give us the ability and willingness.
To identify ourselves
With the masses of India.
O God!
Who does help only when man
Feels utterly humble. Grant that we
may not be isolated from the people.
We would serve as servants and friends.
Let us be embodiments of self-sacrifice,
Embodiments of godliness,
Humility personified, the we may know
The land better and love it more.
(શબ્દઃ- ગાંધીજી)
———————–
(અનુવાદ:)
નમ્રતાના નિધિ!
દીનદુખિયાં તણી હીન કુટિયા મહીં
નિવસતા નમ્રતાના નિધિ હે,
ભૂમિ આ જ્યાં વહે ગંગજમુના અને
બ્રહ્મપુત્રા તણાં વિપુલ વારિ,
ત્યાં તને પામવા શોધ ચારે ખૂણે
સતત કરીએ, હજો સ્હાય તારી…
મન રહે મોકળાં. હૃદય ખુલ્લાં રહે,
હે હરિ, તાહરી નમ્રતા દે,
સકલ ભારતજનોથી થવા એકરસ,
પૂર્ણ લગની અને શક્તિ તું દે….
હે પ્રભુ, ધાય વ્હારે તું જ્યારે ખરે,
થઈ રહે માનવી નમ્ર છેક,
અલગ પડીએ ન લોકથી- દે આટલું,
મિત્ર-સેવક થવું એ જ ટેક….
આત્મબલિદાન, પ્રભુલીનતા, નમ્રતા
જીવને મૂર્ત થાઓ અમારા,
જેથી આ દેશને સમજીએ ખૂબ ને,
એ પ્રીતિ ઊમટે પ્રેમધારા…
અનુવાદઃ- ઉમાશંકર જોશી
***
(પોસ્ટ માટે આભાર: દીપક મહેતા (વર્ડનેટ)
–
આત્મબલિદાન, પ્રભુલીનતા, નમ્રતા
જીવને મૂર્ત થાઓ અમારા,
જેથી આ દેશને સમજીએ ખૂબ ને,
એ પ્રીતિ ઊમટે પ્રેમધારા…
આવા બાપુ અમારા હ્રુદયમા જીવે છે
In the English version the word in the second line should be ‘thee’ and not ‘three’.
Anubhai’s Vashani