તમસો મા જ્યોતિર્ગમય (કાવ્ય) ~ વસુધા ઇનામદાર (બોસ્ટન, અમેરિકા)
વૉર્ડના કૉરિડૉરમાં
વિસ્તરી રહ્યો છે,
મૌનનો થથરાટ!
જીવન, ઝળૂંબી રહ્યું છે,
આથમવા!
કોરોનામાં છુપાઈને
વૅન્ટિલેટરના કવચમાં,
સૂતેલી, કણસતી નિરવતામાં,
શ્વાસોચ્છવાસની
દેહાકાશની ક્ષિતિજે,
થઈ રહ્યો છે
સમયનો સૂર્યાસ્ત!
જીવનને પકડી રાખવા મથતાં
આ મશીનની પકડમાં,
શ્વાસોની આવન-જાવન પર
બેઠેલા આ જીવને,
હવે થાકનો અહેસાસ
થઈ રહ્યો છે!
આ કોરોનાના દોરમાં,
જીવન અને મૃત્યુની
આ દોરડા-ખેંચ!
આંખની જ્યોતિમાં
ટમટમતા બે તારલા
અંધકારની ગુફાદ્વારે
અટવાયા છે!!
‘તમસો મા જ્યોતિર્ગમય’ !!!
~ વસુધા ઇનામદાર
(બોસ્ટન, અમેરિકા)
inamdarvasudha@gmail.com
–
વૅન્ટિલેટરના કવચમાં,
સૂતેલી, કણસતી નિરવતામાં,
શ્વાસોચ્છવાસની
દેહાકાશની ક્ષિતિજે,
થઈ રહ્યો છે
સમયનો સૂર્યાસ્ત!
નજરે જોયેલી અનેક સ્નેહીઓએ અનુભવેલી વેદના
તેની હ્રદયસ્પર્શી અભિવ્યક્તિ કોઈપણની આંખ નમ કરે
Very nice !
હૃદયદ્રાવક અભિવ્યક્તિ!
આભાર કલ્પના બહેન 🙏
સુંદર અભિવ્યકિત
ભાવવાહી અભિવ્યક્તિ.. વસુધા બહેન.
ખૂબ સુંદર
આભાર નિલમબહેન 🙏