અભિનંદન ~ બ્લોગ આયોજિત “લલિત નિબંધ સ્પર્ધા”ના ત્રણ વિજેતાની જાહેરાત

આપણું આંગણું બ્લોગ દ્વારા ગયા વર્ષે જૂનમાં ફેકલ્ટી શ્રી મણિલાલ હ. પટેલના નક્કર માર્ગદર્શનમાં લલિત નિબંધ શિબિર સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. તેનાં ફોલો અપ રૂપે શિબિરાર્થીઓ વચ્ચે એક આંતરિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખરેખર, એમાં સુંદર લલિત નિબંધો પ્રાપ્ત થયા.

નિર્ણાયક શ્રી દીપક મહેતાએ તેમાંથી ત્રણ લલિત નિબંધ પર પોતાની પસંદગી ઢોળી છે. આ ત્રણેય વિજેતા નિબંધની વિગત આ પ્રમાણે છેઃ

મહોતું – લે. વિવેકકુમાર શાંતિલાલ બગથળિયા
ઘાસ – લે. નીલેશ રામજીભાઈ ગોહિલ
બસ સ્ટેન્ડ – લે. શૈલા જગદીશ શાહ

ત્રણેય વિજેતાઓને લાલિત્સસભર અભિનંદન. આ વિજેતાઓ ઉપરાંત અન્ય આત્મીય બની ગયેલા શિબિરાર્થીઓના ચૂંટેલા લલિત નિબંધોનું પ્રકાશન ‘આપણું આંગણું’ બ્લોગ પર તબક્કાવાર કરવામાં આવશે. અને હા, ભવિષ્યમાં ઈ-બુકનું આયોજન પણ વિચારણા હેઠળ છે.

બ્લોગ સંચાલક – સંપાદક
જયશ્રી વિનુ મરચંટ
હિતેન આનંદપરા

 

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

  1. ખૂબ ખૂબ સરસ નિબંધ. ઘાસના આટલા નામ, પ્રકાર જાણવા મળ્યા.

  2. ત્રણે વિજેતામિત્રોને ખૂબ અભિનંદન…આપ આયોજકો ખૂબ સુંદર કામ કરી રહ્યાં છો…