ઘણાં વર્ષેય છે તારું સ્મરણ એવી અવસ્થામાં (ગઝલ) ~ મિલન કુમાર (મોડાસા)
ઘણાં વર્ષેય છે તારું સ્મરણ એવી અવસ્થામાં,
દિશાનિર્દેશ જાણે કોઈએ રાખ્યા હો રસ્તામાં!
ઘણાં વર્ષેય તારા વ્હાલની એવી અસર છે જો,
સિગારેટ ઓલવી નાખી, જે સળગાવી’તી ગુસ્સામાં.
ઘણાં વર્ષેય મારી પેન હું ભૂલું છું જ્યારે પણ,
ઘણાં વર્ષેય લાગે તેં કહ્યું ; ‘રાખોને ખિસ્સામાં’.
ઘણાં વર્ષેય મહેંદી કોઈની જોઉં ને યાદ આવે,
ત્યાં મારા નામનું હોવું, ન હોવું ક્યાંય હિસ્સામાં.
ઘણાં વર્ષેય આજે મહેફિલો અકળાવનારી છે,
ને રાતો કેટલી રોશન હતી કાળા દુપટ્ટામાં.
~ મિલન કુમાર (મોડાસા)
(વતન – સાઠંબા (બાયડ). હાલ મોડાસા. વ્યવસાયે સરકારી નોકરી)
સુંદર ગઝલ
વાહ ! શું મત્લા છે… સારી ગઝલ…
સરસ
ખૂબ સરસ ગઝલ
સરસ ગઝલ
khub saras
ખૂબ જ સરસ ગઝલ.
એક નવા અવાજનું સ્વાગત છે.