કાર્યક્રમ ~ નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યાની જન્મશતાબ્દી પ્રારંભે પરિસંવાદ ~ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી અને આપણું આંગણું બ્લોગના સંયુક્ત ઉપક્રમે

કાર્યક્રમ, શુક્રવાર ૨૧ જાન્યુઆરીએ રાત્રે ૮.૩૦ વાગ્યે (ભારત)

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી અને આપણું આંગણું બ્લોગના સંયુક્ત ઉપક્રમે વરિષ્ઠ સર્જક સ્વ. વિઠ્ઠલ પંડ્યાના જન્મશતાબ્દી વર્ષના પ્રારંભે ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

૫૧ નવલકથા, ૧૦ વાર્તાસંગ્રહ, ફિલ્મજગતના  સંસ્મરણના બે પુસ્તકો, એક આત્મકથા સહિત કુલ ૬૬ પુસ્તકો આપનાર વિઠ્ઠલ પંડ્યાના વિવિધ સર્જનાત્મક પાસાંઓ વિશે ‘ભીંત ફાડીને ઊગ્યો પીપળો શીર્ષક હેઠળ પરિસંવાદ યોજાશે. વર્ષા અડાલજા તેમની ટૂંકી વાર્તા વિશે, માધવ રામાનુજ આત્મકથા વિશે અને જય વસાવડા ‘અસલી-નકલી ચહેરા’ પુસ્તક આધારિત વકતવ્ય આપશે તથા મેહુલ બૂચ વાર્તાનું ભાવવાહી પઠન કરશે. વિઠ્ઠલ પંડ્યાના પુત્ર સંજય  પંડ્યા પોતાના સંસ્મરણો રજૂ કરી કાર્યક્રમનું સંચાલન કરશે.

શુક્રવાર, ૨૧ જાન્યુઆરીએ રાત્રે ૮.૩૦ વાગ્યે આયોજિત આ કાર્યક્રમ અકાદમીની યુટ્યૂબ ચેનલ મહા સાહિત્ય પર માણી શકાશે.

YouTube Channel: Maha Sahitya
Link:
https://www.youtube.com/channel/UCRys_Y2d-z888TKwR9wMJoA

*****

આપનો પ્રતિભાવ આપો..