જોઈએ શું થાય છે આ આવનારા વર્ષમાં (ગઝલ) ~ અનિલ ચાવડા

આટલાં વર્ષો ગયાં છે આકરા સંઘર્ષમાં,
જોઈએ શું થાય છે આ આવનારા વર્ષમાં.

રૂપિયા ખૂટી જશે-ની સ્હેજ પણ પરવા નથી,
ખૂટવી ના જોઈએ હિમ્મત હૃદયના પર્સમાં.

એક પણ સંકલ્પ નૈં એવોય ક્યાં સંકલ્પ લઉં!
હું મને શું કામ બાંધું કોઈ પણ આદર્શમાં?

માત્ર સુખને શું કરું બચકાં ભરું? પપ્પી કરું?
જોઈએ પીડાય મારે આખરી નિષ્કર્ષમાં.

પાતળી પળની હથેળીઓ વચાળે જીવવું,
દિ-મહિના-વર્ષ લઈને કાળના સંસ્પર્શમાં.

~ અનિલ ચાવડા

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

 1. પાતળી પળની હથેળીઓ વચાળે જીવવું,
  દિ-મહિના-વર્ષ લઈને કાળના સંસ્પર્શમાં.
  વાહ્
  ગજબની આ ગઝલ છે અનીલજીની!
  નવ વરસ્ શરુઆત ધમાકેદાર થઇ
  ધન્યવાદ