ચૂંટેલા શેર ~ દર્શક આચાર્ય ~ ગઝલસંગ્રહઃ સાંસોટ

તારા વિશેની વાત જો રણથી શરૂ થશે
મારા વિશેની વાત હરણથી શરૂ થશે
*
કોઈ જો મનનાં દ્વાર ખોલે તો
હું ઊભો છું વિચારની પેઠે
*
વર્ષાની જેમ વાવ ને કૂવા ભરાય છે
તારા સ્મરણથી એમ હું મનને ભર્યા કરું
*
ઘરને છોડી તું ભલે ના જઈ શક્યો
બુદ્ધનો નિશ્ચય વણી લે વાતમાં
*
કેમ આવી ઠેસ એ જાણો પ્રથમ
દોષ કાઢો એ પછી ઉંબર વિશે
*
દોસ્ત! પૃથ્વી આખી ફરતી હોય જ્યાં
હું ચરણને કેમ અટકાવું કહે?
*
મારા શરીરમાંથી નીકળી જવાને માટે
કૈં કેટલાંય વરસોથી દ્વાર ચીતરું છું
*
જૂની પળોનું ચિત્ર તો દોરી શકાય પણ
દોર્યા પછી એને હું મઠારી નહીં શકું
*
પ્રેમ તો ક્ષણમાં જ થાતો હોય છે
માપ ના એને દિવસ કે સાલમાં!
*
હું તને ક્યાંથી મળું એકાંતમાં
આપણી વચ્ચે વસે આખું નગર
*
વાવનાં જળને બોલતાં કરવાં
પીપળાને મળું પવન વેશે

~ દર્શક આચાર્ય : +91 76003 65210
ગઝલસંગ્રહઃ સાંસોટ (પ્ર.આ.: સપ્ટે. 2021)
પ્રાપ્તિસ્થાનઃ
વિશ્વગાથાઃ +91 88490 12201
જ્ઞાનની બારીઃ +91 94083 71206

 

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

 1. શ્રી દર્શક આચાર્ય ના ગઝલસંગ્રહઃ સાંસોટ માંથી ચૂંટેલા શેર સ રસ શેર
  વર્ષાની જેમ વાવ ને કૂવા ભરાય છે
  તારા સ્મરણથી એમ હું મનને ભર્યા કરું
  *
  ઘરને છોડી તું ભલે ના જઈ શક્યો
  બુદ્ધનો નિશ્ચય વણી લે વાતમાં
  વાહ્