અમે, તમે ને આપણે ~ સંપાદક નંદિતા ઠાકોર સાથે સંવાદ

આપણે તો ઓળખીએ આપણું આકાશ 
સખી, એના આકાશને શું જાણીએ 
પાંખ બે પસારીને હવે ઊડીએ
ને આખા એ અનહદને જાણીએ 

આવી પંક્તિ લખનાર કવયિત્રી, સ્વરકાર, લેખક નંદિતા ઠાકોરનો, સર્જકના અનહદને જાણવાનો અને માણવાનો ઉપક્રમ, એટલે તેમની યુટ્યુબ શ્રેણી અમે, તમે ને આપણે. આ શ્રેણીના ૧૦૦ એપિસોડ નિમિત્તે આ શ્રાવણ માસમાં ખરેખર સંતોષનો શ્રાવણ વરસ્યો હોય એવી અનુભૂતિ થઈ.

આપણું આંગણું તથા ગુજરાતી સુગમ અને કાવ્યસંગીતને બ્લોગવગું કરી, હૈયાસરસું કરનાર ટહુકોના સયુંકત ઉપક્રમે આ શ્રેણીના પ્રાગટ્યથી લઈને નેપથ્ય સુધીની વાતો અંગે જે સંવાદ થયો, તેની વધુ વિગતો માટે આ લિન્ક પર ક્લિક કરવા વિનંતી. 

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. YouTube સિરીઝ ‘અમે તમે અને આપણે’ના ૧00 એપિસોડ નિમિત્તે
    .
    સંપાદક સુ શ્રી નંદિતા ઠાકોર સાથે વિશેષ સંવાદની ખૂબ જ સ રસ પ્રસ્તુતિ

    . બદલ અભિનંદન