નામ તમારું લખ્યું હજી ત્યાં (ગીત) ~ મેઘજી દોડેચા “મેઘબિંદુ” ~ નિધન: ૨.૮.૨૦૨૧

(મુલુન્ડ - મુંબઈમાં રહેતા પ્રખ્યાત કવિ મેઘબિંદુએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. અજાતશત્રુ એવા આ સર્જકના ૧૫૦થી વધુ ગીતો વિવિધ સ્વરકારોએ સ્વરબદ્ધ કર્યાં છે. એમની સાથેની અંગત કવિમૈત્રી, ઈમેજ પબ્લિકેશન્સ અને પરિચય ટ્રસ્ટ પરિવાર સાથેના સર્જક-વાચકના સંબંધને વંદન. સંબંધ તો આકાશ માત્ર તેમના કાવ્યસંગ્રહનું નામ જ નહોતું, એમના જીવન પ્રત્યેના અભિગમને સાર્થક કરતું એક સત્ય પણ હતું. કવિને ભાવસભર સ્સ્મમરણાંજલિ.)  
ગીતઃ મેઘજી દોઢેચા ‘મેઘબિંદુ’
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરઃ હંસા દવે
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ

સુખની ઘટના લખું તમોને ત્યાં દુ:ખ કલમને રોકે
દુ:ખની ઘટના લખવા જાઉં ત્યાં હૈયું હાથને રોકે

છેકાછેકી કરતાં કરતાં પૂરો થયો આ કાગળ
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ

અમે તમારાં અરમાનોને ઉમંગથી શણગાર્યા
અમે તમારાં સપનાંઓને અંધારે અજવાળ્યાં

તોય તમારી ઈચ્છા મુજથી દોડે આગળ આગળ
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ

~ મેઘબિંદુ
( ૯ ડિસેમ્બર ૧૯૪૧
~ ૨ ઑગસ્ટ ૨૦૨૧ )

આપનો પ્રતિભાવ આપો..

7 Comments

  1. .
    સ..રલ ગીત
    ખળખળ ઝરણા જેવી ગાયકી
    મસ્ત મઝા આવી ગઈ…
    સ્વ. મેઘજી દોઢેચા ‘મેઘબિંદુ’ને શ્રધ્ધાંજલીમા તેમની જ રચના યાદ આવે…
    નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ
    ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ

    સુખની ઘટના લખું તમોને ત્યાં દુ:ખ કલમને રોકે
    દુ:ખની ઘટના લખવા જાઉં ત્યાં હૈયું હાથને રોકે

    છેકાછેકી કરતાં કરતાં પૂરો થયો આ કાગળ
    નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ

    અમે તમારાં અરમાનોને ઉમંગથી શણગાર્યા
    અમે તમારાં સપનાંઓને અંધારે અજવાળ્યાં

    તોય તમારી ઈચ્છા મુજથી દોડે આગળ આગળ
    ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ

  2. અદભુત રચનાઓના સ્વામી ની વિદાય…
    શબ્દની દિવ્ય જ્યોત ને વન્દન……

  3. એક સુંદર સંવેદનશીલ કાવ્ય.ઉત્તમ ઊર્મિકાવ્ય.

  4. અનુભૂતિને શબ્દ દ્વારા વાચા આપી હૃદયના ભાવો નો અહેસાસ કરાવી શકે તેવું કાવ્ય નું ગીત માં રૂપાંતર છે અદભુત અનુભવ