પિંડને પરમ પદારથ જડ્યો (ગીત) ~ સુરેન ઠાકર મેહુલ ~ જન્મદિન: ૩૦ જુલાઈ ~ ૭૯માં વર્ષમાં પ્રવેશ
ગીત: સુરેન ઠાકર મેહુલ
સ્વર-સંગીત: સુરેશ જોશી
પિંડને પરમ પદારથ જડ્યો
સુરતાના સોગઠડે રમતાં અનહદમાં જઈ ચડ્યો
અણુઅણુની આવનજાવન, તનની તાલાવેલી
લહરલહરનો સ્પંદ, શ્વાસનો રાખણહારો બેલી
અગનજાળમાં આથડતાં એ
અગમનિગમને અડ્યો
પિંડને પરમ પદારથ જડ્યો
રણઝણ રેલમછેલ પ્રહરમાં, ભવનું એ અવગુંઠન
ઝંખા જાજરમાન અસરમાં અજબગજબનું ગુંજન
રમત રચી રળિયાત
અદીઠો વિસ્તરવામાં પડ્યો
પિંડને પરમ પદારથ જડ્યો
~ સુરેન ઠાકર મેહુલ

કવિ શ્રી સુરેન ઠાકર મેહુલ ને જન્મદિવસની અનેક અનેક શુભેચ્છાઓ.
શ્રી સુરેન ઠાકર મેહુલ ને જન્મ દિન મુબારક
સ રસ ગીતનુ મધુર ગાન
અત્યંત સુંદર ગીત
Beautiful poetry and composition
વાહ!
કેવું મજાનું ગીત!
સંગીત સ્વરાંકન અને ગાયકી પણ મનભાવન
મજા આવી
કેટલી સરસ રીતે ગુદ્ધાર્થ માં સમજણ વાહ કવિ વાહ