અઢેલીને (ગઝલ) ~ રાજેન્દ્ર પાઠક

કોણ બેઠું ભીંત ટેકે ત્યાં અઢેલીને
ગાલ પર તેથી પડ્યાં ખંજન હવેલીને

આ કબરની સેજ પર છે જૂઈની ચાદર
એટલે તો ઓછું આવ્યું ચમેલીને

ષોડશી શમણાં મહીં રાચ્યા કરે સૈયર
એક ભીની પળ ફરી સમ દે છે સહેલીને

સાવ કોરું ભાગ્ય રાખ્યું છે વિધાતાએ
દોષ આપે માનવી નાજુક હથેલીને

પ્રશ્ન પૂછ્યો કોણ મોટું બિંબ કે માણસ?
શ્વાસ છેલ્લો એ જ ઉત્તર છે પહેલીને

~ રાજેન્દ્ર પાઠક


આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. આખી ગઝલ સરસ છે.ચમેલીને માઠુ લાગે ? અદ્ભૂત વાત છે

  2. .
    પ્રશ્ન પૂછ્યો કોણ મોટું બિંબ કે માણસ?
    શ્વાસ છેલ્લો એ જ ઉત્તર છે પહેલીને
    વાહ
    કવિ શ્રી રાજેન્દ્ર પાઠકની સ રસ ગઝલ