વેલણ (કાવ્ય) ~ બ્રિજેશ પંચાલ ‘મધુર’

પઠન: કવિના અવાજમાં

ઘેર જ્યારે-જ્યારે
મા
બનાવે છે ચોખાના લોટની પાપડી
ત્યારે પાપડી વણવા
લઈને આવે છે બધી સ્રીઓ
પોતપોતાનું વેલણ…
કેમ?
તો કે એ બધી સ્રીઓને
આદત પડી ગઈ છે,
ગોળ આકારની!
એ બધી સ્રીઓને થઈ ગયો છે
– વેલણ ફોબિયા!
એમનું વેલણ નહીં હોય તો
એ માને છે કે કદાચ આકૃતિ નહીં જળવાય!
તમે એને કહી શકો છો
આકૃતિ ફોબિયા પણ.
હું કહું છું, શું કામ છે?
જે જેવું હોઈ શકે એને
એવી રીતે જ જોઈએને.
નિજ વેલણધારીઓને મારે કહેવાનું કે…
બિચારી ચીજોનો થોડો વાંકો-ચૂંકો ઘાટ
નથી ચલાવતાં
તો પછી,
હજુ લડવા કેમ નથી ગયા ઈશ્વર પાસે
એણેય જિંદગી વણી છે આખી આપણી
જ્યારે એની પાસે નહોતું એનું-
પોતાનું વેલણ…

– બ્રિજેશ પંચાલ ‘મધુર’
મોઃ 87350 19757

સંપાદનઃ પરિયાણ – કવિસંગતની કવિતા
સંપાદકઃ અશ્વિન અને મીનાક્ષી ચંદારાણા
પરામર્શકઃ ગુલામ અબ્બાસ નાશાદ

પ્રકાશકઃ સાયુજ્ય પ્રકાશન
એ-228, સૌરભ પાર્ક
સુભાનપુરા, વડોદરા-390023
ફોનઃ 999800 03128
96012 57543
Email: chandaranas@gmail.com

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. બ્રિજેશ પંચાલ ‘મધુર’નુ સ રસ કાવ્ય વેલણ નુ કવિના અવાજમાં મધુરું પઠન: