|

પળ છું નાજુક (ગઝલ) ~ મહેશ દાવડકર ~ સંગીત: હરીશ ઉમરાવ – પ્રેમ સાગર ઉમરાવ

સ્વર-અમન લેખડિયા
સંગીત- હરીશ ઉમરાવ -પ્રેમ સાગર ઉમરાવ

ગઝલ
પળ છું નાજુક ઉઠાવ ધીમેથી,
આંખમાં તું સમાવ ધીમેથી.

એમ તારા વિચારમાં હું છું ,
જેમ વહેતી હો નાવ ધીમેથી.

ખીણ છે ઊંડી મારી ફરતે કૈં,
તું વિચારીને આવ ધીમેથી.

એ ભલે હોય જળ કે હો મૃગજળ,
કોઈ આવે છે નાવ ધીમેથી.

ક્યાંક મારો અભાવ લાગે તો,
આ ગઝલ ગુનગુનાવ ધીમેથી.

~ મહેશ દાવડકર

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. નાજુક પળને ધીમેથી ઉઠાવતી નમણી ગઝલ અને તેવું જ કોમળ સ્વરાંકન અને સંવેદનશીલ અવાજ. બધું જ સુંદર.

  2. પળ છું નાજુક મહેશ દાવડકર ની મજાની ગઝલ) :
    હરીશ ઉમરાવ નુ મધુરુ સંગીત