રંગ સાંજને વર્યો (ગઝલ) ~ પૂર્ણિમા ભટ્ટ ~ સ્વરાંકન – સ્વર: ડૉ. સંજીવ ધારૈયા

સ્વરાંકન – સ્વર: ડૉ. સંજીવ ધારૈયા

રંગ સાંજને વર્યો એમના ચુમ્યા  પછી,
ચાંદ હોઠ પર ધર્યો એમના ચુમ્યા પછી

પાંપણો ઢળી ગઈ ના મળી શકી નજર,
ગાલ પણ શરમ ભર્યો એમના ચુમ્યા પછી

આસપાસમાં હવા સ્તબ્ધ થઈ ઊભી રહી
શ્વાસ શ્વાસમાં સર્યો એમના ચુમ્યા પછી

સ્પંદનો ધડક ધડક, શોર જો કરે ઘણો,
રોમ રોમ થરથર્યો એમના ચુમ્યા પછી

લાગણીને વાગતું વાંઝિયાપણું સતત
ગર્ભ એમા પાંગર્યો એમના ચુમ્યા પછી

ધગધગે છે રગરગે, આજ એવી તો અગન,
એક તણખો જયાં ખર્યો એમના ચુમ્યા પછી,

અંગડાઇ લે સતત શબ્દ પ્રિય નામનો
એ ગઝલમાં અવતર્યો એમના ચુમ્યા પછી

~ પૂર્ણિમા ભટ્ટ

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. સુ શ્રી પૂર્ણિમા ભટ્ટની ~રંગ સાંજને વર્યો લાગણીભરી ખૂબ સુંદર ગઝલ
    તેનુ ડૉ. સંજીવ ધારૈયા દ્વારા સ રસ સ્વરાંકન

  2. અનુભવ કયારેક સ્મૃતિરૂપે વધારે મોહક અને ઊંડાણ તથા તીવ્રતા લઈ આવે છે તેની પ્રતીતિ કરાવતી સરસ રચના.