ને પાણીપુરી ખાવી છે (ગઝલ) ~ જગન્નાથ રાજગુરુ ‘ઈશાન’

(પઠન: કવિના અવાજમાં )

(નેવુંના દસકમાં રચાયેલી ગઝલ)
સિનેમાનો ચાળો છે ને ડંડો પોલીસવાળો છે ને માણસ જેવી ગાળો છે ને પાણીપુરી ખાવી છે
ઘરમાં ‘હું’ ભમરાળો છે ને સુવાવડનો વારો છે ને સીઝનમાં શિયાળો છે ને પાણીપુરી ખાવી છે

મત દેવાનું ટાણું છે ને દસ રૂપિયાનું નાણું છે ને આગળ પાછળ ડંડા છે ને પાણીપુરી ખાવી છે
અંગૂઠો તો આળો છે ને પેટ નીચે હોબાળો છે ને ગાયું માટે ફાળો છે ને પાણીપુરી ખાવી છે

જીવતર ખાલી બોટલ છે ને સામે ચાની હોટલ છે ને ચાલીશ પૈસા ટોટલ છે ને મુઠ્ઠીવાળી ખિસ્સામાં
મા ને બૈરું માંદા છે ને બાળકને બહુ ચાંદાં છે ને શ્વાસ હજુ સુંવાળો છે ને પાણીપુરી ખાવી છે

રામકથાનું છાપું છે ને જૂહુ પર તો ‘બાપુ’ છે ને બાપુ મોતી વેરે છે ને કાળાં ચશ્માં પહેરે છે
કલમનો કંટાળો છે ને મોટર જેવી ફાળો છે ને આંખોનો સરવાળો છે ને પાણીપુરી ખાવી છે

પગની નીચે રસ્તો છે માથા ઉપર તડકો છે ને કાંટાની જંજાળ્યું નોંધી ટાવર સામે ઊભો છે
ટેક્સીમાં ફાંદાળો છે ને રંગ કાચનો કાળો છે હવે, એ છે ને ઢેખાળો છે, ને પાણીપુરી ખાવી છે

~ જગન્નાથ રાજગુરુ ‘ઈશાન’ (મહુવા)

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

  1. ને પાણીપુરી ખાવી છે જગન્નાથ રાજગુરુ ‘ઈશાન’ના સ્વરમા સરસ પઠન
    થોડા સમય પહેલાં મુંબઇમા.પાણીપુરીની લારીવાળો લોટામાં પેશાબ કરતો અને ત્યારબાદ તે પકોડીના પાણીમાં ભેળવી એક વીડિયો જારી થયો બાદ તપાસ કરતા ઘણી જગ્યાએ આવી રીતે અને ઓકઝેલિક એસિડ જેવા કેમીકલ પકડાયા ત્યાર બાદ ઘણા ખરાએ ઘણી લારીમાથી પાણીપુરી ખાવાનુ બંધ કર્યુ !

  2. વાહ સુંદર રચના..પાણીપૂરી ખાવી છે..ઘરે..👌✍️