જઈને જોઈ તો આવો (ગઝલ) ~ સુરેન્દ્ર કડિયા

સુરેન્દ્ર કડિયા
પઠન: કવિના અવાજમાં

સંતની બુનિયાદ છે કે ભયનો ભણકારો, જઈને જોઈ તો આવો
વાલિયો છે કે પછી વટલાઉ લૂંટારો, જઈને જોઈ તો આવો

આપણે આ સાવ બીબાંઢાળ ઝાકળની રમતને હાથમાં લીધી
પણ થયો છે સૂર્ય નામે એક દેકારો, જઈને જોઈ તો આવો

પાંચ કે પચીસ નહિ, પણ છેક અંદરમે પગથિયે નીર ભાખ્યાં છે
વાવ એવી ગાળનારો ક્યાં છે વણઝારો , જઈને જોઈ તો આવો

આમ તો એ ઉદ્દભવે ને ઉછરે ને સંચરે જળમાં ને જળમાંયે
કોઈ પરપોટો કદી ફૂટે છે પરબારો , જઈને જોઈ તો આવો

ક્યાંક તો મળશે જ પગલાં ખુદ તમારાં, ખીણ પર્વત કે તળેટીમાં
કોણે કોણે કેટલા કીધા છે પડકારો , જઈને જોઈ તો આવો

~ સુરેન્દ્ર કડિયા

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. કવિશ્રી સુરેન્દ્ર કડિયાનુ પોતાના અવાજમા સુંદર પઠન