ભડાકા ~ રમેશ પારેખ

કવિ: રમેશ પારેખ, સ્વરાંકન : સુરેશ જોશી
સ્વર: ઓસમાણ મીર
આલબમ: કાળ સાચવે પગલાં

મારા ગુરુના ભડાકા બહુ ભારી રે હો ભારી
મુંને તત્માં તપાવ્યો વારીવારી

પહેલો ભડાકો મારી જીભડીમાં ચાંપ્યો
જીભડી ને જીવ કેરો સથવારો કાપ્યો
મારા આપોપામાં ઊઠી ધૂધકારી
મારા ગુરુના ભડાકા બહુ ભારી રે

બીજો રે ભડાકો મારાં ઘેન માહી કીધો
ઓહો, મારા પંડયને પાશેર કરી દીધો
ચકના તે ચૂર થઈ ખલક દોધારી
મારા ગુરુના ભડાકા બહુ ભારી રે

પછી રે ભડાકા મારા ભાયગમાં નાખ્યા
સુષમણા નારીએ અમરફળ ચાખ્યાં
મુંને ભડાકે ભડાકે નાખ્યો મારી
મારા ગુરુના ભડાકા બહુ ભારી રે

~ રમેશ પારેખ (૨૬.૦૪.૨૦૦૪)

આપનો પ્રતિભાવ આપો..

2 Comments