લાગી શરત ~ મુકેશ જોષી

સ્વરાંકન-સ્વરઃ આલાપ દેસાઈ
(આલબમઃ ગઝલ ટ્રાયો)

(ગઝલ)
ભલભલા લોકો હૃદયનું ચેન હારી જાય છે લાગી શરત
એમની ઝુલ્ફો ઉપર તો તુંય વારી જાય છે લાગી શરત

સૂર તારો કંઠ તારો લોક તારા તે છતાંયે એ સભામાં
એ, ગુલાબી સ્મિતથી મેદાન મારી જાય છે લાગી શરત

એ પૂજારી છે બહુ સોહામણો ને એટલે શ્રદ્ધા લઈ
છોકરી દરરોજ મંદિર એકધારી જાય છે લાગી શરત

આજ જંગલમાં નર્યો ફફડાટ છે ને પંખીઓ રોયા કરે
રૂપ માણસનું ધરીને એ શિકારી જાય છે લાગી શરત

લાજ જાશે તો એ શાયરની નહીં, મારી જ જાશે એટલે
જો, ખુદા મારી ગઝલ આખી મઠારી જાય છે લાગી શરત

~ મુકેશ જોષી

3 comments

  1. લાગી શરત ~ મુકેશ જોષીની સરસ રચનાનુ સ્વરાંકન-સ્વરઃ આલાપ દેસાઈમા માણવાની મઝા આવી

આપનો પ્રતિભાવ આપો..