સર્વારંભે પરથમ નમીએ ~ કવિ અને સ્વરકાર- નીનુ મઝુમદાર ~ (બેઠા ગરબા) પ્રસ્તુતિ: સ્વરાંગી વૃંદ

સર્વારંભે પરથમ નમીએ રિદ્ધિ સિદ્ધિ સ્વામી ગણપતિ
સાથે મળીને ચોપાટ ખેલે ઈશ્વરને સતી પારવતી

પાસાં પાડે મંગલ રીતે
પહેલો દાવ ગજાનન જીતે
સાવ સોનાની સોગઠી પીળી, બાજીએ નીસરતી રમતી
સાથે મળીને ચોપાટ ખેલે ઈશ્વરને સતી પારવતી

બીજો દાવ તો રિદ્ધિસિદ્ધિનો
પૂર્ણ રચાવે ખેલ વિધિનો
ભક્તિનું મ્હોરું લીલું સદાનું, ઉતારે અંતર આરતી
સાથે મળીને ચોપાટ ખેલે ઈશ્વરને સતી પારવતી

ત્રીજે ભુવન માતાજી બિરાજે
જય જય નાદે ત્રિભુવન ગાજે
ચુંદડી રંગી સોગઠી રાતી, ગોળ ઘૂમે ગરબે ફરતી
સાથે મળીને ચોપાટ ખેલે ઈશ્વરને સતી પારવતી

ચોથા પદનું તત્વ વિચારી
રમતને નીલકંઠે ધારી
અનંત ભાતે અગમ રંગે, વિશ્વ રમાડે વિશ્વપતિ
સાથે મળીને ચોપાટ ખેલે ઈશ્વરને સતી પારવતી

કવિ અને સ્વરકાર- નીનુ મઝુમદાર

(અતિપ્રસિદ્ધ અને ગૂઢ રંગછાયાનો ગરબો)
સૌજન્ય: સ્વરાંગી વૃંદ

One comment

  1. કવિ અને સ્વરકાર- નીનુ મઝુમદારનો અતિપ્રસિદ્ધ અને ગૂઢ રંગછાયાનો ગરબાની:

    સ્વરાંગી વૃંદ દ્વારા સ રસ ગાન

આપનો પ્રતિભાવ આપો..