તો મને ફોન કરજે (ગઝલ) ~ દિનેશ ડોંગરે ‘નાદાન’

ભીતર હો રુદન તો મને ફોન કરજે;
ને હિજરાય મન તો મને ફોન કરજે.

સિતારા અને ચંદ્રની હાજરીમાં;
સૂનું હો ગગન તો મને ફોન કરજે.

બહારોની મોસમ ખીલી હો છતાંપણ;
ખરે જો સુમન તો મને ફોન કરજે.

ઉદાસી, એકલતા, વિરહની વ્યથામાં;
ન લાગે જો મન તો મને ફોન કરજે.

અહી આવશે સુખની પાછળ દુઃખોયે;
ન થાયે સહન તો મને ફોન કરજે.

સૂના શહેરનો ભેદી સન્નાટો એનું;
થશે આગમન તો મને ફોન કરજે.

સદા કોણ “નાદાન” સાથે છે કોની?
રૂઠે ‘કો સ્વજન તો મને ફોન કરજે.

~ દિનેશ ડોંગરે ‘નાદાન’

10 comments

 1. આને કહેવાય ભેરુનો હોંકારો.
  બહુ મજાની ગઝલ.
  અભિનંદન, નાદાન સાહેબ

 2. આને કહેવાય સાચો હોંકારો.
  બહુજ સુંદર ગઝલ

 3. આને કહેવાય ભેરુનો હોંકારો.
  બહુ જ સુંદર ગઝલ

 4. મારી ગઝલને બ્લોગમાં સ્થાન આપવા માટે આપનો હૃદય પૂર્વક આભાર હિરેનભાઈ

 5. સદા કોણ “નાદાન” સાથે છે કોની?
  રૂઠે ‘કો સ્વજન તો મને ફોન કરજે.
  વાહ
  સ રસ ગઝલ

 6. ફોન કરજે- આ કહેવાની આથી સુંદર કઇ રીત હોય?

આપનો પ્રતિભાવ આપો..