રશીદ મીર ~ ચૂંટેલા શેર અને પ્રકાશિત સર્જનયાત્રાની વિગત

રશીદ મીર
(અવસાન: ૧૧ મે ૨૦૨૧)

રડે છે રાતના ચોધાર કોઈ
નથી આવ્યો હજુ પાછો પ્રવાસી
~
એક મીરાં છે, એક રાધા છે
આપણે દરમ્યાનમાં જ રહ્યા
~
એમ બેઠો છું તારી છત નીચે
જાણે બીજે જગતમાં છાંય નથી
~
ઘરની જ ભીંતે આથડ્યા ઘરમાં રહી અમે 
જીવરામ જોશી જેવો છે કિસ્સો રતાંધળો
~
મારા વિશેનો બોલ તારો શું ખયાલ છે?
એણે કહ્યું કે, કોઈપણ અહીંયા અમર નથી 
~
નથી દેખાતું ક્યાંયે ‘મીર’ કોઈ 
નગરના લોક પણ અફવા થયા છે 
~
દશાનો ખ્યાલ નથી, અવદશાનો ખ્યાલ નથી 
પ્રસન્ન છું કે મને એ શરણમાં રાખે છે 
~
આંગળી એક હો કે એકાવન 
કયોય ચીંધી શકે તો કિંમત છે 
~
ન જાણે ‘મીર’ છે ખેંચાણ કેવું માટીમાં 
ચડીને ચાકડે પાછું પડે છે અવતરવું 

~ રશીદ મીર

પ્રકાશિત પુસ્તકો :
ગઝલ સંગ્રહો :
૧. ઠેસ (૧૯૮૫)
૨. ચિત્કાર (૧૯૮૩)
3. સાત સૂકાં પાંદડાં (૧૯૯૩) શેખાદમ આબુવાલા એવોર્ડ
૪. ખાલી હાથનો વૈભવ (૧૯૯૬)
૫. અધખૂલાં દ્વાર (૧૯૯૯)
૬. રૂબરૂ (૨૦૦૨) શયદા એવોર્ડ
૭. લાપતાની શોધ (૨૦૧૦)
૮. ઝાળ અને ઝાકળ (૨૦૧૭)

સંશોધન :
ગુજરાતી ગઝલની સૌંદર્યમીમાસા (૧૯૯૦) ગુ.સા. અકાદમી પારિતોષિક

વિવેચન :
૧. ગઝલનું પરિપ્રેક્ષ્ય (૧૯૯૫) ગુ. સા. પરિષદ પારિતોષિક
૨. આપણા ગઝલસર્જકો (૧૯૯૬)
3. ગઝલ વિવક્ષા (૨૦૦૦)
૪. ગઝલ વિલોકના (૨૦૦૧)
૫. જિગર મુરાદાબાદી (૨૦૦૨)
૬. ફૈઝ અહમદ ફૈઝ (૨૦૦૩)
૭. ગઝલ લોક (૨૦૦૮)
૮. ગઝલ વાચના (૨૦૧૫)

સંપાદન :
૧. ગઝલનું શીલ અને સૌંદર્ય (૧૯૮૮) લેખો
૨. ગઝલ્સ ફ્રોમ ગુજરાતી (૧૯૯૬) ગુજરાતી પ્રતિનિધિ ગઝલોનો અંગ્રેજી અનુવાદ
૩. ગઝલ વિમર્શ (૧૯૯૮) લેખો
૪. સુરાલય (૨૦૦૧) પ્રતિનિધિ ગઝલોનું સંપાદન
પ. દીવાન – એ – પતીલ (૨૦૦૩) પતીલની અગ્રંથસ્થ ગઝલો
૬. ગુલછડી ભાગ-૧ (૨૦૧૦) કોલમના ગઝલ-આસ્વાદનું સંકલન
૭. હજી પણ રોશની છે (૨૦૧૬) દીપક બારડોલીકર વિષયક લેખો

(માહિતી: મકરંદ મુસળે દ્વારા, ‘ઝાળ અને ઝાકળ’ પુસ્તકમાંથી)

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. મીર સાહેબ વડોદરાના લગભગ દરેક નવોદિત ગઝલકારોના ગુરુ હતા એમ કહી શકાય. બુધસભા અને તેમણે ચાલુ કરેલા ગઝલ ત્રિમાસિક *ધબક* દ્વારા ઘણા નવોદિતોને તક અને માર્ગદર્શન આપેલું.
    તેમનું આમ અચાનક જતા રહેવું એ ના પૂરાય તેવો ખાલીપો સર્જ્યો છે. મીર સાહેબને સો સલામ ..!!

  2. મોટા ગજાના કવિશ્રી રશીદ મીરના સુંદર ચૂંટેલા શેર
    અને
    પ્રકાશિત સર્જનમાથી અવારનવાર રચનાઓ પ્રસિધ્ધ કરશોજી