અકળ છે (ગઝલ) ~ વિનોદ માણેક ‘ચાતક’

(પઠન: કવિના અવાજમાં )

બધાંથી જ એ તત્વ કેવું અકળ છે
ન જળને ખબર કેટલું દૂર તળ છે

સમય ક્ષર-અક્ષરથી ભલેને રહે પર
કદી શૂન્યને ભેદતી ગૂઢ પળ છે

મળી જો શકે, મેળવી લ્યો તમે એ
અમારા નગરમાં અજબ એક ફળ છે

કદી ચેતનાની મળે એક ક્ષણ જો
રહસ્યો બધાં ખોલતી એ જ કળ છે

સદા મતિ અને ગતિ વહાવે સખા તું
જીવનના સમંદર મહીં તો વમળ છે

~ વિનોદ માણેક ‘ચાતક’ (અંજાર)

3 comments

  1. વિનોદ માણેક ‘ચાતક’ની અકળ છે ગઝલનુ કવિના અવાજમાં સ રસ પઠન
    ધન્યવાદ

Leave a Reply to vinodmanekchatak Cancel reply