મારી કેફિયત ~ હરીન્દ્ર દવે

પઠન: સનત વ્યાસ

સર્જકને સ્વીકૃતિની ઝંખના હોય છે. મને પણ આ ઝંખના છે. પરંતુ સ્વીકૃતિ અનિવાર્ય નથી. ખરો મહિમા સાધનાનો છે. રામકૃષ્ણ પરમહંસની ઉપમા લઈને કહું તો લવણનાં પૂતળાં જેવા આપણે સાગરનું ઊંડાણ માપવા નીકળ્યા છીએ. એ ઊંડાણ તો તદ્રુપ થયા પછી જ માપી શકાય. પણ સર્જકે થોડું વિશેષ કરવાનું છે. લવણની પૂતળી તદ્રુપ થયા પછી કહેવા આવતી નથી. સર્જકે તદ્રુપ થવાનું છે અને પાછા પોતાના અસલ પિંડને જાળવી રાખી જે કંઈ દર્શન પ્રાપ્ત થયું હોય એની વાત કરવાની છે.

હું લખ્યા વિના જીવી નથી શકતો એ સાચું, પણ લખું છું એમાં જ સમગ્ર જીવનનો વ્યાપ આવી જાય છે, એવા ભ્રમમાં નથી. જીવન મારી સર્જકતાના આરંભ પહેલાં અનાદિથી હતું. આ અવતાર પૂરતી મારી સર્જકતા થંભી જશે, ત્યાર પછી પણ અનંત સુધી વિસ્તરશે.

– હરીન્દ્ર દવે
(1982ના રણજિતરામ ચન્દ્રકના પ્રદાન પ્રસંગે આપેલા પ્રવચનમાંથી તારવેલો અંશ)

2 comments

  1. મારી કેફિયત ~ આ હરીન્દ્ર દવેની સુંદર રચનાનુ
    સનત વ્યાસ દ્વારા સ રસ પઠન
    ધન્યવાદ

Leave a Reply to pragnaju Cancel reply